કંગના સામે શીખ સમુદાયમાં આક્રોશ

મુંબઈ, તા. 21: પોતાના બેફામ બોલનાં કારણે સતત વિવાદનાં કેન્દ્રમાં રહેવા માંડેલી અભિનેત્રી કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શીખ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતાં શીખ સમુદાયમાં ભારે નારાજગી ફેલાઈ છે. દિલ્હીની શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમિતિએ કહ્યું છે કે, કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઈરાદાપૂર્વક કિસાન આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું છે. સાથો સાથ અભિનેત્રીએ શીખ સમુદાયને ખાલિસ્તાની આતંકવાદી ગણાવતાં આ સમાજમાં આક્રોશ ફેલાયો છે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer