તાઈવાનને ડરાવતું ચીન

પરમાણું હુમલો કરવા સક્ષમ બૉમ્બર વિમાન ઉડાડયા
બેજિંગ તા.21 : તાઈવાન અને ચીન વચ્ચે તણાવ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. તાઈવાનના આકાશ ઉપર ચીને પરમાણું હુમલો કરવા સક્ષમ બોંબર વિમાનો ઉડાડતાં માહોલ ગંભીર બન્યો છે. તાઈવાન સંરક્ષણ મંત્રાલયએ દાવો કર્યો કે ચીનના બે બોંબર વિમાન જે પરમાણું હુમલો કરવા સક્ષમ છે તેણે રવિવારે દક્ષિણમાં ઉડાન ભરી હતી. બીજીતરફ લિથુઆનિયા તરફથી તાઈવાનને પોતાના દેશમાં ઓફિસ ખોલવા મંજૂરી અપાતાં ચીન સમસમી ગયું છે. ચીને રવિવારે મોટો નિર્ણય લેતાં લિથુઆનિયાથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા. ત્યાર બાદ તાઈવાનને ડરાવવાના ઈરાદે ચીન પોતાના બે એચ-6એસને બાશી ચેનલ પરથી ઉડાન ભરી હતી.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer