બાંદરા અને ખારમાં પાણીની ખેંચની સમસ્યા આજે પણ યથાવત રહેશે

બાંદરા અને ખારમાં પાણીની ખેંચની સમસ્યા આજે પણ યથાવત રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21: બાંદરા અને ખારના કેટલાંક વિસ્તારોમાં આજે નાગરિકો અપૂરતો પાણીપુરવઠો અથવા બિલકુલ પાણી નહીં મળવાને કારણે હેરાન થયા હતા. આ બંને વિસ્તારોમાં પાણીની સમસ્યા આવતીકાલે પણ યથાવત રહેશે.
માહિમની ખાડી પાસે તાનસાની 1800 મિ.મી. વ્યાસ ધરાવતી પાઇપલાઇનમાં ગળતરને કારણે ઉદ્ભવેલી આ સમસ્યા આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. પાલી હિલ રેસિડન્ટસ ઍસોસિએશનના મધુ પોપલાઇએ જણાવ્યું હતું કે ઘણી હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓને મોઘા ભાવે ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડયું હતું. કેટલાંક ખાનગી ટેન્કરમાલિકોએ ટેન્કર દીઠ 7000 રૂપિયા પડાવ્યા હતા.
ખારના નગરસેવિકાસ સ્વપ્ના મ્હાત્રેએ જણાવ્યું હતું કે અપૂરતા અને નહીંવત પાણીને કારણે નાગરિકોને શનિવારથી પરેશાન સહન કરવી પડી રહી છે. પાલિકાએ પાણીપુરવઠો પૂર્વવત થાય એ માટે યુદ્ધના ધોરણે પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવું જોઇએ.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer