હવે નોકરી બદલવાથી પીએફ ખાતું ટ્રાન્સફર નહીં કરવું પડે

હવે નોકરી બદલવાથી પીએફ ખાતું ટ્રાન્સફર નહીં કરવું પડે
નવી દિલ્હી, તા.21: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પ્રોવિડન્ટ ફંડ(પીએફ) ખાતા માટે હવે સેન્ટ્રલ આઇટી સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે. જેનાથી કોઈ કર્મચારી નોકરી બદલાવે કે પછી એક કંપનીમાંથી બીજી કંપનીમાં જોડાય તો પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની કોઈ ઝંઝટ રહેશે નહીં. આ વ્યવસ્થા આપોઆપ થઈ જશે.
સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમની મદદથી કર્મચારીનાં ખાતા આપમેળે મર્જ-એકીકૃત થઈ જશે. અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે કોઈ કર્મચારી નોકરી બદલાવે તો તે પોતાનાં પીએફનાં નાણાંનો ઉપાડ કરી લે અથવા તો અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાવી લે છે. મતલબ કે અત્યાર સુધી ખાતું ટ્રાન્સફર કરવાની કામ કર્મચારીએ જાતે કરવાનું થતું હતું. સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં અલગ-અલગ એકાઉન્ટને મર્જ કરીને એક ખાતું બની જશે.

Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer