મેડમ સરમાં પંખુરી અવસ્થીની ઍન્ટ્રી

મેડમ સરમાં પંખુરી અવસ્થીની ઍન્ટ્રી
ચાર મહિલા પોલીસ અધિકારી હસીના મલિક (ગુલકી જોશી), કરિશ્મા સિંહ (યુક્તિ કપૂર), સંતોષ (ભાવિકા શર્મા) અને પુષ્પા (સોનાલી નાઈક)ની વાર્તા ધરાવતી સોની સબની સિરિયલ મેડમ સરમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અૉફિસર મીરા (પંખુરી અવસ્થી)ની ઍન્ટ્રી થઈ છે. મીરા અલગ રીતે જ કેસ હાથ ધરવાની છે. કરિશ્મા સિંહ સાથે તેની ધમાકેદાર એન્ટ્રીના આગના દૃશ્યોની દર્શકોએ ભારે પ્રશંસા કરી છે. પંખુરીએ કહ્યું હતું કે, મેડમ સરના સેટ પર પહેલા દિવસનું શૂટિંગ મારા માટે સાહસિક સવારી હતી. મારે ઈન્સ્પેકટર કરિશ્મા સિંગ અને તેના બાળકને આગમાંથી બચાવવાના હતા. આમ તો ડમીનો ઉપયોગ કરવાનો વિચાર હતો પણ મને થયું જાતે કોશિશ કેમ ન થાય? આથી મેં જાતે જ યુક્તિ અને બાળકને મારા ખભે ઉપાડી લીધા. મારી અંદર સુપરહીરો જેવી શક્તિ આવી ગઈ હતી. અગાઉ મેં આવું દૃશ્ય કયારે ભજવ્યું નહોતું.  
યુક્તિએ જણાવ્યું હતું કે, પંખુરીના પ્રવેશથી મારું પાત્ર થોડું અસ્વસ્થ થાય છે કેમ કે અમારી નોકરી પર જોખમ ઊભું થઈ શકે એમ છે. આથી તે જોવું રસપ્રદ બની રહેશે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer