દીપિકા પદુકોણને બનવું છે બૈજુ બાવરાની પ્રેમિકા

દીપિકા પદુકોણને બનવું છે બૈજુ બાવરાની પ્રેમિકા
સંજય લીલા ભણસાલીની ચોથી ફિલ્મ બૈજુ બાવરામાં પતિ રણવીર સિંહ સાથે કામ કરવાની ઈચ્છા દીપિકા પદુકોણ ધરાવે છે. આ પતિ-પત્નીએ સંજયની ત્રણ ફિલ્મ રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવત્ સાથે કામ કર્યું છે. આથી હવે ભણસાલીને બદલાવ જોઈએ છે. પરિણામે તેમણે બૈજુની પ્રેમિકાના પાત્ર માટે દીપિકાને બદલે આલિયા ભટ્ટને પસંદ કરી છે. જોકે, હજુ હીરોઈનનું નામ નક્કી થયું નથી. આલિયાને તેની પટકથા આપી છે અને તે એક પણ પૈસો લીધા વગર ફિલ્મ કરવા તૈયાર છે. આ અગાઉ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ વખતે પણ દીપિકા મુખ્ય ભૂમિકા કરવા તૈયાર હતી પણ સંજયની ઈચ્છા આલિયાને લેવાની હતી. હવે દીપિકા બૈજુ બાવરા કરવા તૈયાર છે અને ભણસાલી તેની નિષ્ઠાથી પ્રભાવિત છે. છતાં તેની ઈચ્છા તો આલિયાને જ લેવાની છે. આથી જો કદાચ દીપિકા રણવીર પાસે જીદ કરે કે તે પોતાની સાથે અભિનય કરશે અથવા નહીં કરે, તો કદાચ આમાં ફેરફાર થઈ શકે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer