અનુપમાની અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાથી અવસાન

અનુપમાની અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાથી અવસાન
લોકપ્રિય ટીવી સિરિયલ અનુપમાની અભિનેત્રી માધવી ગોગટેનું 58 વર્ષની વયે કોવિડ-19ના સંક્રમણથી અવસાન થયું છે. માધવી સિરિયલમાં અનુપમાની માતાની ભૂમિકા ભજવતી હતી. થોડી દિવસ અગાઉ તેનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કોરોનાના ચેપમાંથી તે સાજી થઈ રહી હતી અને અચાનક તબિયત બગડી હતી. અનુપમાનું પાત્ર ભવતી રુપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર માધવી સાથેની તસવીર મૂકીને તેમની સદગતિ માટે પ્રાર્થના કરી હતી. 
ટીવી અભિનેત્રી નીલુ કોહલીએ લખ્યું હતું, માધવી ગોગટે મારી પ્રિય મિત્ર હવે રહી નથી. મને વિશ્વાસ નથી આવતો કે તે આપણને છોડીને જતી રહી. મારું હૃદય ભાંગી ગયું છે. તું જવા જેવડી નહોતી. તે જયારે મારા મેસેજનો જવાબ નહોતો આપ્યો ત્યારે મારે ફોન કરીને વાત કરી લેવી જોઈતી હતી. હવે માત્ર વસવસો રહી ગયો. 
સેવન હિલ્સ હૉસ્પિટલમાં માધવીએ અંતિમ શ્વાસ લીધા. મરાઠી સિરિયલ ઘનચક્કરમાં અશોક સરાફ સાથે કામ કરીને તે લોકપ્રિય થઈ હતી ત્યાર બાદ ભરમા ચા ભોપળા. દેલા માધવ કુણી કડે જેવા નાટકોમાં પણ તેણે અભિનય કર્યો હતો. જયારે હિન્દી ટીવી સિરિયલમાં કોઈ અપના સા, ઐસા કભી સોચા ન થા. કહીં તો હોગામાં માધવી જોવા મળી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer