ત્રીજી ટી-20માં બાંગલાદેશ સામે પાક.નો આખરી દડે વિજય

ત્રીજી ટી-20માં બાંગલાદેશ સામે પાક.નો આખરી દડે વિજય
ઢાકા, તા.22: ત્રીજા અને આખરી ટી-20 શ્રેણીમાં આખરી દડે 5 વિકેટે રોચક જીત મેળવીને પ્રવાસી પાકિસ્તાનની ટીમે બાંગલાદેશનો 3-0થી સફાયો કર્યોં છે. 125 રનનો વિજય લક્ષ્યાંક પાકિસ્તાને છેક છેલ્લા દડે પાંચ વિકેટ ગુમાવીને માંડ માંડ હાંસલ કર્યોં હતો. પાક. તરફથી મોહમ્મદ રિઝવાને 40 અને હૈદર અલીએ 45 રનની ઇનિંગ રમી હતી. કપ્તાન બાબર આઝમે 19 રન બનાવ્યા હતા. આ પહેલા ગૃહ ટીમ બાંગલાદેશે 20 ઓવરમાં 7 વિકેટે 124 રનનો મામૂલી સ્કોર કર્યોં હતો. જેમાં મોહમ્મદ નઇમના 47 રન મુખ્ય હતા. પાક. તરફથી મોહમ્મદ વસીમ અને ઉસ્માન કાદિરે 2-2 વિકેટ લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ હૈદર અલી અને પ્લેયર ઓફ ધ સિરીઝ મોહમ્મદ રિઝવાન જાહેર થયા હતા.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer