એટીપી ફાઇનલ્સમાં જર્મન ખેલાડી જેવરેવ ચેમ્પિયન

એટીપી ફાઇનલ્સમાં જર્મન ખેલાડી જેવરેવ ચેમ્પિયન
તૂરિન, તા.22: જર્મન યુવા ખેલાડી એલેકસાંદ્રા જેવરેવ તેની આક્રમક રમતને લીધે વિશ્વના બીજા નંબરના રૂસી ખેલાડી દાનિલ મેદવેદેવને ફાઇનલમાં હરાવીને એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન થયો છે. સેમિમાં નંબર વન નોવાક જોકોવિચને હાર આપનાર જેવરેવનો ફાઇનલમાં મેદવેદેવ વિરૂધ્ધ 6-4 અને 6-4થી આક્રમક વિજય થયો હતો. આ પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટમાં વિશ્વના ટોચના 8 ક્રમાંકિત ખેલાડીને ભાગ લેવાનો મોકો મળે છે. મેન્સ ડબલ્સમાં પિયરે હરબર્ટ અને નિકોલસ માહૂટની જોડી ચેમ્પિયન બની હતી. આ જોડીએ ફાઇનલમાં રાજીવ રામ અને જો સેલેસબરીની જોડીને 6-4 અને 7-6થી હાર આપી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer