પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે વિન્ડિઝ પર ફોલોઓનનો ખતરો

પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે વિન્ડિઝ પર ફોલોઓનનો ખતરો
શ્રીલંકાના 386 રનના જવાબમાં વિન્ડિઝે 113 રનમાં 6 વિકેટ ગુમાવી
ગોલ (શ્રીલંકા) તા.22: શ્રીલંકા સામેના પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી ટીમ વેસ્ટ ઇન્ડિઝ પર ફોલોઓનનો ખતરો તોળાઇ રહ્યો છે. આજે મેચના બીજા દિવસની રમતના અંતે વિન્ડિઝના 42 ઓવરમાં 6 વિકેટે 113 રન થયા હતા. તે શ્રીલંકાથી હજુ 273 રન પાછળ છે. આથી આવતીકાલે મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝનું પ્રથમ લક્ષ્ય 74 રન કરીને ફોલોઓન ટાળવાનું રહેશે. આ માટે તેની પાસે હવે ચાર વિકેટ બચી છે. આ પહેલા આજે સવારે શ્રીલંકાની ટીમનો પહેલો દાવ 386 રને સમાપ્ત થયો હતો. જેમાં દિમૂથ કરૂણારત્નેની 147 રનની કેપ્ટન ઇનિંગ મુખ્ય હતી.
વેસ્ટ ઇન્ડિઝના દાવનો પ્રારંભ નબળો રહ્યો હતો અને સમયાંતરે વિકેટો પડતી રહી હતી. કપ્તાન બ્રેથવેટે સૌથી વધુ 41 રન કર્યાં હતા. જયારે કાયલ મેયર્સ 22 રને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી રમેશ મેન્ડિસે 3 અને પ્રવીણ જયવિક્રમાએ 2 વિકેટ લીધી હતી. આજની રમતના અંતે વિન્ડિઝના 6 વિકેટે 113 રન થયા હતા. આથી તે હજુ લંકાથી 273 રન પાછળ છે.
 આ પહેલા આજે શ્રીલંકાનો પહેલો દાવ 133.પ ઓવરમાં 386 રને સમાપ્ત થયો હતો. સુકાની કરૂણારત્નેએ 300 દડામાં 15 ચોકકાથી 147 રન કર્યાં હતા. આ સિવાય ધનંજય ડિ'સિલ્વાએ 61 અને દિનેશ ચંદિમાલે 45 રન કર્યાં હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે 5 અને જેમોલ વેરીકને 3 વિકેટ લીધી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer