કપડાં-પગરખાં પર 12 ટકા જીએસટી લાદવાના વિરોધમાં આવતી કાલે કૈટ દ્વારા દેખાવો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : વિદેશી ઈ-કોમર્સ પોર્ટલ એમેઝોન પર ગેરકાયદે વેચાતા પ્રતિબંધક માલસામાનના વિરોધમાં તથા જીએસટી કાઉન્સિલે કપડાં અને પગરખાં પર 12 ટકા જીએસટી લાદવાના નિર્ણયના વિરોધાં કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ `કૈટ' 24મી નવેમ્બરે મુંબઈ સહિત દેશભરમાં દેખાવો યોજાશે. 
એમેઝોન ગાંજો પણ વેચતું હોવાનું અને પુલવામાં આતંકી હુમલામાં વપરાયેલી વિસ્ફોટક સામગ્રીમાનું કેમિકલ પણ એમેઝોનમાથી ખરીદાયું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે. કેટએ આ સંબંધમાં અમેઝોનના જવાબદારી અધિકારીઓની તત્કાળ ધરપકડ કરવાની માગ કરી છે તથા એમેઝોન પર દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની પણ માગણી કરી છે. 
`કૈટ'ના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે, ગાંજો વેચવાના મામલે મધ્યપ્રદેશની પોલીસે અમેઝોનના કાર્યકારી ડિરેક્ટરને આરોપી પણ બનાવ્યા છે. કૈટ આ ડિરેકટરની તત્કાળ ધરપકડ કરવાની માગણી કરે છે. એ ઉપરાંત અમેઝોન સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી કરે છે. 
`કૈટ'ના મહાનગરના મહામંત્રી તરૂણ જૈને કહ્યું હતું કે સરકારે હવે કપડાં-પગરખાં અને એ સંબંધિત તમામ પ્રવૃતિ પર 12 ટકા જીઓસટી લગાડી એને પણ મોંઘા કરી દીધા છે. આને કારણે નાના વેપારીઓને સખત માર પડવાનો છે. 
`કૈટ'ના મહાનગરના વાઈસ ચેરમેન દિલીપ માહેશ્વરીએ કહ્યું હતું કે બુધવારે પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન, ગૃહપ્રધાન અને કેન્દ્રના નાણાપ્રધાનને સંબોધતું આવેદનપત્ર કલેકટરને સુપરત કરવામાં આવશે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer