મહારાષ્ટ્રમાં એપ્રિલ, 2020 પછી સહુથી ઓછા માત્ર 656 દરદી મળ્યા

મુંબઈમાં 24,798 ટેસ્ટમાં કોરોનાના વધુ 176 નવા કેસ મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : સોમવારે મુંબઈમાંથી કોરોનાના 176 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યારસુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,61,322 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 2453 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. રવિવારે મુંબઈમાંથી 213, શનિવારે 195, શુક્રવારે 238 અને ગુરુવારે 230 નવા દરદી મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં ચાર કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,310 પર પહોંચી ગયો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 295 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 2484 દિવસનો થઈ ગયો છે. 
મુંબઈમાં અત્યારે 13 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે, જ્યારે ચાલ-ઝૂપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 24,798 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યારસુધી કુલ 1,21,65,445 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાંથી સોમવારે કોરોનાના નવા 656 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,30,531 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 9,678 દરદી સારવાર હેઠળ છે. 
મહારાષ્ટ્રમાં 30મી એપ્રિલ, 2020ના દિવસે સહુથી ઓછા 583 દરદી મળ્યા હતા, જ્યારે સહુથી ઓછા સાત મૃત્યુ 17મી એપ્રિલ, 2020ના દિવસે નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં આજે માત્ર 656 દરદી મળ્યા છે.
રવિવારે રાજ્યમાંથી 845, શનિવારે 833, શુક્રવારે 906  અને ગુરુવારે 963 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં આઠ કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 768 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 97,042 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 1033 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,47,57,390 ટેસ્ટ કરવામાં આવી છે. 
સોમવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 11 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 30 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાં 24 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 15 નવા કેસ 
નવી મુંબઈમાંથી 24, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 15, ઉલ્હાસનગરમાંથી ચાર, ભિવંડી-નિઝામપુરમાંથી શૂન્ય, મીરા-ભાયંદરમાંથી 16, પાલઘર જિલ્લામાંથી બે, વસઈ-વિરારમાંથી 13, રાયગઢ જિલ્લામાંથી 11 અને પનવેલ શહેરમાંથી સાત નવા કેસ મળ્યા હતા.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer