સરકાર હત્યારાને હીરો બનાવવા માગે છે : ટિકૈત

નવી દિલ્હી, તા. 22 : કિસાન નેતા રાકેશ ટિકૈતે સોમવારે લખનઉમા બંગલા બજાર સ્થિત ઈકો ગાર્ડનમાં કિસાન મહાપંચાયતને સંબોધન કર્યું છે. રાકેશ ટિકૈતે કિસાન મહાપંચાયતને સંબોધન કરતા સ્પષ્ટ કર્યું કે કિસાનો હજી આંદોલન સ્થગિત કરવાના મુડમાં નથી. પુરો દેશ પ્રાઈવેટ મંડી બનવા જઈ રહ્યો છે. સંઘર્ષ રોકવાનો પ્રસ્તાવ કિસાનોએ ઠુકરાવી દીધો છે અને આંદોલન જારી રહેશે. રાકેશ ટિકૈતે શાંતિપુર્ણ રીતે આંદોલન આગળ વધારવાની અપીલ કરતા કહ્યું હતું કે, કિસાન આંદોલનના તમામ કાર્યક્રમ જારી રહેશે. ટિકૈતે કહ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ પ્રમુખ મુદ્દો છે. જો ટેનીએ ખાંડની મિલનું ઉદ્ઘાટન કર્યું તો શેરડી ડીએમ ઓફિસે જશે. ટિકૈતે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, તે કાતિલને હીરો બનાવવા માગે છે. કિસાનોનો હત્યારો આગરાની જેલમાં જ જશે. 
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer