યુરોપીય દેશોમાં સંક્રમણ વધતાં પેટ્રોલ, ડીઝલ સસ્તાં થઇ શકે છે

નવી દિલ્હી, તા. 22 યુરોપીય દેશોમાં સંક્રમણ ફરી વકરતાં લોકડાઉન જેવાં પગલાંઓથી માંગ ઘટતાં વૈશ્વિક બજારમાં કાચાં તેલની કિંમતો નીચે સરકી છે, જેનાં પગલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ હજુ સસ્તાં થવાની આશા જાગી છે. ગત શુક્રવારે વૈશ્વિક સ્તર પર બ્રેંટ ક્રૂડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની નીચે ચાલી ગઇ હતી, જેનાં કારણે ઘરેલુ બજારમાં ઇંધણના ઘટવાની શક્યતા પ્રબળ બની છે.કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડા બાદ ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક સહિત દેશનાં 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ વેટ ઘટાડતાં બન્ને ઇંધણ સસ્તાં થયાં હતાં.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાં તેલના ભાવમાં થયેલા ઘટાડા વચ્ચે ઘરેલુ સરકારી ઓઇલ કંપનીઓએઁ આજે સોમવારે સળંગ 18મા દિવસે ભાવ વધાર્યા નહોતા.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer