શૅરબજારમાં સાત મહિનાનો સૌથી મોટો કડાકો

રિલાયન્સ અને પેટીએમના શૅર તૂટયા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22: આજે બજારમાં મંદોડિયાઓનો દબદબો રહ્યો હતો. સૂચકાંકો પાંચ પરિબળોને કારણે તૂટયા હતા. વૈશ્વિક નકારાત્મક પરિબળ, ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો, રિલાયન્સ અને પેટીએમ જેવા શૅર્સમાં ઘટાડો અને સરકાર હસ્તક બૅન્કો, રિયલ્ટી શૅર્સમાં થયેલો ઘટાડો હતું.
સેન્સેક્ષ 1170.12 પોઈન્ટ્સ (1.96 ટકા) ઘટીને 58,465.89ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 348.25 પોઈન્ટ્સ (1.96 ટકા) ઘટીને 17,416.55ના સ્તરે બંધ રહ્યો હતો. આ પહેલા 12મી એપ્રિલે સેન્સેક્ષ અને નિફ્ટીમાં આ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 12મી એપ્રિલે સેન્સેક્સ 1708 પૉઈન્ટ્સ અને નિફ્ટી 3.5 ટકા ઘટયો હતો.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer