ચીન સાથે ઈકોનોમીક કોરીડોરનો પાકિસ્તાનમાં રોષ

કરાચી, તા. 22 : પાકિસ્તાનના ગ્વાદર શહેરમા ચીન પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોર (સીપીઈસી)ને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કોરિડોરના કારણે જગ્યાએ જગ્યાએ બદેલી સુરક્ષા ચોકીઓથી પરેશાન છે. આ ઉપરાંત પુરા ગ્વાદરમાં વિજળી અને પાણીની કમી જોવા મળી રહી છે. જેનાથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. લોકો માછલીઓના ગેરકાયદેશર શિકારથી આજીવિકા ઉપર જોખમ અને સીપીઈસીથી પેદા થયેલી પરેશાનીઓના કારણે ભડક્યા છે અને વિરોધ પ્રદર્શન માટે એકત્રિત થઈ રહ્યા છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer