ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશનના ત્રણ દિવસના બી-ટુ-બી ફેરને પ્રથમ દિવસે જ ભારે પ્રતિસાદ

ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશનના ત્રણ દિવસના બી-ટુ-બી ફેરને પ્રથમ દિવસે જ ભારે પ્રતિસાદ
દરેક સ્ટોલમાં મુલાકાતીઓની ગિરદી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.22: ધી ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશન (એફએસએ)ના ઉપક્રમે 27મો `ટેક્સ ટ્રેડ' કાપડનો આજથી ત્રણ દિવસનો બી-ટુ-બી ફેર શરૂ થયો હતો. ત્રણ દિવસના આ ફેરમાં સમર કલેકશન અને વેડિંગ કલેકશન પ્રદર્શિત થયાં હતાં. આ ફૅરને પ્રથમ દિવસે જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. 
દેશમાં રસીકરણમાં વેગ આવતાં પરિસ્થિતિ સુધરી રહી છે. દરેક ક્ષેત્રોમાં સેન્ટિમેન્ટ સુધરી રહ્યું છે. સોમવારે આ ફૅરમાં મુલાકાતીઓની ભારે ગિરદી જોવા મળી હતી. આ ફેરનું આયોજન રેડ સ્કૂટર ઈવેન્ટ્સના ઉપક્રમે થઈ રહ્યું છે.  
આ બાબતે ઍસોસિયેશનના પ્રમુખ પ્રકાશ સંઘવીએ કહ્યું કે, આજનો દિવસ સર્વશ્રેષ્ઠ રહ્યો હતો. તસવીર જોતાં જ અંદાજો લગાવી શકાય કે કેટલી ગિરદી હશે. અત્યાર સુધીમાં 700 જેટલા ગ્રાહકોનું રજિસ્ટ્રેશન આવી ગયું છે. કામકાજ સરળતાથી થઈ રહ્યું છે. દરેક સ્ટોલમાં ગ્રાહકો ફરી રહ્યા છે અને ખાસ વાત એ છે કે આ ફેરમાં ઈન્ક્વાયરી વાળા નહીં પરંતુ ખરા ખરીદદારો આવી રહ્યા છે.
ફ્ઁબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ વિજયકુમાર જૈને કહ્યું કે, આ ફૅરનો પ્રતિસાદ અમારી અપેક્ષાથી વધુ મળ્યો છે. અમારા ફૅરના ભાગીદારો ખુશ છે. દરેક સ્ટોલમાં ચારથી પાંચ ગ્રાહકો જોવા મળે છે. આજે રજિસ્ટ્રેશન 700થી વધુ થયાં છે. આમાં દરેકની સાથે બેથી ચાર ગ્રાહકો પણ હોય છે. 
ઍસોસિયેશનના સેક્રેટરી જયંત પરખે કહ્યું કે, આજે 700 નોંધણી થઈ એટલે કહી શકાય કે કુલ વિઝિટર્સની સંખ્યા 1200થી 1400 છે. સેન્ટિમેન્ટ સકારાત્મક દેખાઈ આવે છે. ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી ફરી દોડતી થવાનો આ સંકેત છે. 
Published on: Mon, 22 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer