શિખ સંસ્થાએ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

શિખ સંસ્થાએ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : અભિનેત્રી કંગના રનૌતે તેની સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શિખ કોમનું અવમાન કર્યું હોવાથી તેની સામે એફઆઈઆર ફાઈલ કરવામાં આવે એવી ફરિયાદ દિલ્દી શિખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટિએ ખાર પોલીસને કરી છે. ખાર પોલીસે આ બાબતમાં શું પગલા લેવા એ વિશે વિચાર કરી રહી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંગનાએ જાણીજોઈને ખેડૂત આંદોલનને ખાલિસ્તાની ચળવળ ગણાવી હતી અને આખી શિખ કોમને ખાલિસ્તાની આતંકવાદી ગણાવી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer