ક્ષુલ્લક કામ માટે ચેઇન ખેંચવાના 1,608 કેસમાં 1,381 પ્રવાસીઓને રૂા. 10.06 લાખ દંડ

ક્ષુલ્લક કામ માટે ચેઇન ખેંચવાના 1,608 કેસમાં 1,381 પ્રવાસીઓને રૂા. 10.06 લાખ દંડ
પ્રવાસીઓ ઍલાર્મ ચેઇન પુલિંગનો દુરુપયોગ ન કરે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.22 : રેલવેએ ઉપનગરીય અને મેલ/ એકસપ્રેસ ટ્રેનોમાં માત્ર આપાતકાલીન ઉપયોગ માટે અલાર્મ ચેઇન પુલિંગ(એસીપી)નો વિકલ્પ આપ્યો છે. પ્રવાસી મોડેથી સ્ટેશને પહોંચે કે ગંતવ્ય સ્ટેશનો પહેલાં ઉતરવા / બોર્ડિંગ જેવા નાના કારણો માટે એસીપીનો ઉપયોગ કરે છે. 
ટ્રેનમાં એસીપીનું કાર્ય ન કેવળ તે વિશેષ ટ્રેનનાં સંચાલનને પ્રભાવિત કરે છે બલ્કે પાછળ આવી રહેલી ટ્રેનો ઉપર પણ ખૂબ જ અસર પાડે છે. મુંબઈ બોર્ડમાં ઉપનગરીય પ્રણાલીમાં એસીપીને કારણે મેલ / એકસપ્રેસ ટ્રેન અને લોકલ ટ્રેનો મોડેથી દોડતી હોય છે. જેને પગલે સમયપત્રક ખોરવાઇ જતું હોય છે. આ ઉપરાંત એક કે કેટલાક પ્રવાસીઓની સુવિધા માટે એસીપીનો દુરુપયોગ અન્ય તમામ પ્રવાસીઓની અસુવિધાનું કારણ બને છે. 
મધ્ય રેલ મુંબઈ બોર્ડ આવી જ અનુચિત એસીપી ઘટનાઓ ઉપર નજર રાખી રહ્યું છે. 31મી ઓકટોબર 2021 સુધીમાં મધ્ય રેલવે બોર્ડમાં અનુચિત એસીપીના 1,608 કેસ નોંધાયા હતા. જેમાંથી લગભગ 1,381 પ્રવાસીઓ પાસેથી રૂા. 10.06 લાખનો દંડ વસુલાયો હતો. રેલવે પ્રવાસીઓને વિનંતી કરે છે કે અનાવશ્યક અથવા નજીવા કારણોસર એસીપીનો ઉપયોગ ન કરો જેનાથી બાકીના અન્ય પ્રવાસીઓને અસુવિધા થાય છે. અનાવશ્યક પરિસ્થિતીમાં એસીપીનો ઉપયોગ રેલવેની કલમ 141 હેઠળ દંડનીય ગુનો છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer