સર્વિકલ સ્પાઇન સર્જર બાદ ઉદ્ધવ ઠાકરે ઉપર હવે ફિઝિયોથેરેપી

સર્વિકલ સ્પાઇન સર્જર બાદ ઉદ્ધવ ઠાકરે ઉપર હવે ફિઝિયોથેરેપી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઉપર ચાલુ માસની શરૂઆતમાં ચર્ની રોડ પાસે આવેલી એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં સર્વિકલ સ્પાઇનની સફળ સર્જરી કરવામાં આવી પછી તેઓને ફિઝિયોથેરેપીની સારવાર આપવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે તેઓની તબિયત સ્થિર છે. અને તેઓની સારવારપૂર્ણ થાય પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરે (61)ને ગરદનમાં દુખાવોની તકલીફ વધી પછી તેઓને 10મી નવેમ્બરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત 12મી નવેમ્બરે તેમના ઉપર શત્રક્રિયા કરવામાં આવી હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer