અમેરિકા : એસયુવી કાર નીચે પાંચ કચડાયાં, 40 ઘાયલ

અમેરિકા : એસયુવી કાર નીચે પાંચ કચડાયાં, 40 ઘાયલ
વિસ્કોન્સિનમાં ક્રિસમસ પરેડમાં બેફામ કાર ઘૂસી : એક શખ્સની ધરપકડ
નવી દિલ્હી, તા. 22 : અમેરિકાનાં વિસ્કોન્સિનમાં એક કરુણ ઘટના સર્જાઇ હતી. ક્રિસમસ પરેડ દરમ્યાન એક પૂરપાટ ગતિ સાથે ઘૂસેલી એસવીયુ કારે કચડી નાખતાં પાંચ જણનાં મોત થઇ ગયાં હતાં.
આ ખતરનાક હુમલામાં 40થી વધુ લોકો ઘાયલ થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં આ કરુણ ઘટના દેખાય છે.
વીડિયોમાં પૂરપાટ એસયુવી કાર પરેડમાં સામેલ લોકોને કચડતી દોડી જતી દેખાય છે. એસયુવીને રોકવા  માટે એક અધિકારીએ ગોળીબાર પણ કર્યો હતો.
વિસ્કોન્સિના પોલીસવડા ડૈન થોમ્પસને જણાવ્યું હતું કે, એસયુવી કારનો પતો મળી ગયો છે. આ મામલમાં એક શખ્સની ધરપકડ પણ કરી તપાસ હાથ ધરાઇ છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer