રામાયણ સર્કિટ ટ્રેનમાં વેઇટર્સના ભગવા યુનિફોર્મ

રામાયણ સર્કિટ ટ્રેનમાં વેઇટર્સના ભગવા યુનિફોર્મ
સંતોએ આપી ચેતવણી
ઉજ્જૈન, તા. 22 : રામાયણ સર્કિટ સ્પેશિયલ ટ્રેનના વેઇટર્સના ભગવા યુનિફોર્મ પર વિવાદ સર્જાયો છે. સાધુ-સંતોએ રેલવે પ્રધાનને પત્ર લખીને ચેતવણી આપી છે કે, વેઇટર્સનો આ ગણવેશ બદલી નહીં નખાય તો ટ્રેનની આગામી ટ્રિપનો વિરોધ કરશે. સંતોએ વેઇટર્સનાં કપડાં, ધોતિયાં, પાઘડી અને રુદ્રાક્ષની માળા સામે વાંધો ઉઠાવતાં આવી ચેતવણી આપી છે. ઉજ્જૈનમાં અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી પરમહંસ અવધેશપુરી મહારાજે ચેતવણી આપી હતી કે, 12મી ડિસેમ્બરના ટ્રેનની આગામી ટ્રિપનો સંતસમાજ વિરોધ કરશે. વેઇટરોના ભગવાં યુનિફોર્મ નહીં બદલે, તો આ ટ્રેનની સામે હજારો હિન્દુ પ્રદર્શન કરશે, તેવું તેમણે ઉમેર્યું હતું. રામાયણ સર્કિટ ટ્રેનની પ્રથમ ટ્રિપ દિલ્હીમાં સફદરગંજ રેલવે સ્ટેશન પરથી 156 યાત્રીઓ સાથે રવાના થઇ હતી.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer