પરમબીર સિંહ દેશમાં જ છે : ધરપકડ સામે સુપ્રીમ કોર્ટની રાહત

પરમબીર સિંહ દેશમાં જ છે : ધરપકડ સામે સુપ્રીમ કોર્ટની રાહત
સીબીઆઈને કેસ સોંપો; પોલીસ અધિકારી થશે હાજર : વકીલ
નવી દિલ્હી, તા. 22 : 100 કરોડ રૂપિયાની વસુલાતના મામલે આરોપી મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની ધરપકડ ઉપર રોક મૂકી છે. પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે, જો કોર્ટ કહે તો પરમબીર સિંહ 48 કલાકમાં સીબીઆઈ સામે રજૂ થઈ શકે છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરના વકીલ પુનીત બાલીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, પરમબીર ભારતમાં જ છે. વિદેશ ગયા નથી. તેઓને પોલીસથી જીવનું જોખમ છે એટલે છૂપાયેલા છે. તેઓ ફરાર થવા નથી માગતા. આ મામલો સીબીઆઈને સોંપવામાં આવે તો પરમબીર સિંહ તરત રજૂ થશે. સુનાવણી દરમિયાન કોર્ટે ફોન ઉપર થયેલી વાતની ટ્રાન્સક્રિપ્ટનો સવાલ પૂછવામાં આવતા તે રજૂ કરવામાં આવી હતી. વકીલે કહ્યું હતું કે, તેના અસીલને ધમકી મળી રહી છે. કાર્યકાળ દરમિયાન જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તે તમામ લોકો પરમબીર સિંહ સામે એક પછી એક ફરિયાદો નોંધાવી રહ્યા છે.
Published on: Tue, 23 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer