બનારસમાં ઝૈદ ખાન અને સોનલ માન્ટેરોની જોડી

બનારસમાં ઝૈદ ખાન અને સોનલ માન્ટેરોની જોડી
રાંઝણા, મસાન જેવી ફિલ્મો બનારસમાં શૂટ કરવામાં આવી છે. હવે બનારસ શીર્ષક ધરાવતી ફિલ્મ કાશીની સંસ્કૃતિ અને રંગને દર્શાવશે. આ ફિલ્મમાં ઝૈદ ખાન અને સોનલ માન્ટેરો છે. જયતીર્થ દિગ્દર્શિત આ રૉમેન્ટિક લવસ્ટોરી હિન્દી, કન્નડ, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રજૂ થશે. ફિલ્મમાં રહસ્યમય પ્રેમકથા છે જે આ શહેરની સુંદરતા, સમૃદ્ધ ધરોહર, સંસ્કૃતિ અને પશ્ચાદ્ભૂ પર ફિલ્માવવામાં આવી છે. 
અભિનેતા ઝૈદ ખાન બનારસ ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કરે છે. તેણે જણાવ્યું હતું કે, આ ફિલ્મની વાર્તાથઈ હું પ્રભાવિત થયો છું. આ ફિલ્મનો સિદ્ધાર્થ મારી નીકટ છે. વળી બનારસની સુંદરતાને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
જયતીર્થે જ બનારસની કથા અને પટકથા લખી છે તથા હર્ષ સાથે મળીને ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે. ઝૈદ અને સોનલની સાથે સુજય શાત્રી, દેવરાજ, અચ્યુત કુમાર અને બરકત અલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 2022માં રજૂ થશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer