યુનિફોર્મધારી મહિલાઓ મારા પાત્ર સાથે જોડાઈ જશે : રવિના ટંડન

યુનિફોર્મધારી મહિલાઓ મારા પાત્ર સાથે જોડાઈ જશે : રવિના ટંડન
નેટફ્લિક્સની આગામી સીરિઝ અરણ્યકથી રવિના ટંડન ડિજિટલ ક્ષેત્રે પ્રવેશ કરી રહી છે. આમાં મહિલા પોલીસ અધિકારીના વ્યવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. દસમી ડિસેમ્બરે રજૂ થનારી આ સીરિઝમાં રવિના કસ્તુરી ડોગરાનું પાત્ર ભજવે છે તે પોલીસ અધિકારી છે. રવિનાએ કહ્યું કે, કસ્તુરી સ્વતંત્ર વિચારો ધરાવતી જાંબાઝ ટેલેન્ટેડ અધિકારી છે અને જીવનમાં આગળ વધવા માટે તકની રાહ જોતી હોય છે.  પુરુષ અધિકારીઓથી ઘેરાયેલી કસ્તુરીને કારકિર્દીમાં સિદ્ધિ હાંસલ કરવી હોય છે. વળી તે કારકિર્દી અને અંગત જીવનમાં લાગણીઓના ચડાવ-ઉતારમાંથી પસાર થાય છે. પોતાના સાસરિયા, સંતાનો અને પરિવારને પ્રાધાન્ય આપવા સાથે તે કારકિર્દી ઘડવા માગે છે તે જોઈને હું પાત્રથી આકર્ષિત થઈ હતી. યુનિફોર્મધારી મહિલાઓ મારા પાત્ર સાથે જોડાઈ જશે. 
અરણ્યક સીરિઝના દિગ્દર્શક વિનય વ્યાકુળ અને લેખક ચારુદત્ત આચાર્ય છે. આમાં રવિના સાથે આશુતોષ રાણા, મેઘના મલિકી અને ઝાકીર હુસેન છે તથા પરમબ્રતા ચેટરજી મહત્ત્વનું પાત્ર ભજવે છે. 
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer