મિ. ઍન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ અને જાહ્ન્વી કપૂરની જોડી

મિ. ઍન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ અને જાહ્ન્વી કપૂરની જોડી
 કરણ જોહરનું નિર્માણ ગૃહ ધર્મા પ્રૉડકશન છેલ્લા થોડા દિવસથી નવી નવી ફિલ્મોની જાહેરાત કરતું આવ્યું છે. નવોદિત કલાકારો ખાસ કરીને સ્ટાર કિડ્સને લઈને ફિલ્મ બનાવવા માટે જાણીતા ધર્મા પ્રૉડકશનની આગામી ફિલ્મ મિ. એન્ડ મિસિસ માહી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની જોડી જોવા મળશે. શરણ શર્મા ફિલ્મના દિગ્દર્શક છે અને તેમણે અગાઉ કારગિલ ગર્લ ફિલ્મમાં જાન્હવીને દિગ્દર્શિત કરી હતી. શરણે જ રાજકુમાર રાવ સાથે જાન્હવીને લેવાની ભલામણ કરી હતી. આ હળવી મનોરંજક ફિલ્મમાં રાજકુમાર અને જાન્હવી ક્રિકેટર તરીકે જોવા મળશે. ફિલ્મ માટે ખાસ બંને કલાકારને ક્રિકેટને તાલીમ આપવામાં આવશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer