અતરંગી રેનું પ્રીમિયર ડિઝની હૉટસ્ટાર પર

અતરંગી રેનું પ્રીમિયર ડિઝની હૉટસ્ટાર પર
ફિલ્મમેકર આનંદ એલ.રાયની આગામી ફિલ્મ અતરંગી રે જેમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ છે તેનું પ્રીમિયર ડિઝની હૉટસ્ટાર પર થશે. વારાણસી, મદુરાઈ અને દિલ્હીમાં શૂટ થયેલી આ ફિલ્મને થિયેટરમાં નહીં પણ ડિજિટલી રીલિઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અક્ષયે સોશિયલ મીડિયામાં આ જણાવતાં પોતાના, સારા અને ધનુષના પાત્રનો પરિચય પણ આપ્યો હતો. તેણે સારાની તસવીર સાથે લખ્યું છે કે, એક છોકરી.. જે પ્રેમમાં પાગલ છે. મળો અતરંગી નં. વન - રિન્કુને. 
ધનુષનો પરિચય અતરંગી નં. ટુ તરીકે આપતાં અક્ષયે લખ્યું છે, આ પ્રેમકથાને અતરંગી નં. ટુને મળો. તેનું નામ વિષ્ણુ છે. 
જયારે અક્ષયે પોતાને અતરંગી નં. થ્રી ગણાવ્યો હતો. નોંધનીય છે કે લક્ષ્મી બાદ અક્ષયની આ બીજી ફિલ્મ છે જ ઓટીટી પર રજૂ થશે. જયારે સારાની છેલ્લી ફિલ્મ કુલ નં.વન હતી જે ઓટીટી પર રજૂ થઈ હતી. અક્ષય અને આનંદ એલ. રાયની રક્ષાબંધન 2022ની 11મી અૉગસ્ટે થિયેટરમાં રજૂ થશે. 
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer