ભારતીય ટીમના મેનુમાં હલાલ મીટથી બીસીસીઆઈ વિવાદમાં

ભારતીય ટીમના મેનુમાં હલાલ મીટથી બીસીસીઆઈ વિવાદમાં
નવી દિલ્હી, તા.23: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરુવારથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ શરૂ થવાનો છે. એ પૂર્વે બીસીસીઆઇ વિવાદમાં ફસાયું છે. જેનું કારણ ખેલાડીઓનો ડાયટ ચાર્ટ છે. બીસીસીઆઇએ ભારતીય ખેલાડીઓના મેનૂમાં હલાલ મીટ સામેલ કર્યું છે. જેની ખબર સામે આવ્યા બાદ બીસીસીઆઇ સામે સોશિયલ મીડિયા હંગામો મચી ગયો છે. ટિવટર પર લોકો બીસીસીઆઇના હલાલ મીટ ખેલાડીઓને સર્વ કરવા પર સવાલ કરી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મોટાભાગના હિન્દુ લોકો જેઓ માંસાહારી છે, તેઓ ઝાટકાથી કાપનારા જાનવરોનું માંસ ખાતા હોય છે, જયારે મુસ્લિમ સમૂદાયના લોકો હલાલ મીટ ખાવાનું પસંદ કરે છે. ચાહકો સવાલ કરી રહ્યા છે કે ભારતીય ટીમમાં મોટાભાગના ખેલાડીઓ હિન્દુ છે. તેમના ધર્મ અનુસાર હલાલ માંસ ખાવાની સખત મનાઇ છે. તો બીસીસીઆઇ ખેલાડીઓને કેમ મજબૂર કરી શકે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ કાનપુરની લેંડમાર્ક હોટેલ કે જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ઉતરી છે તેને ભારતીય ખેલાડીઓ માટેનો ડાયટ ચાર્ટ આપી દીધો છે, જેમાં સૂચના અપાઇ છે કે હલાલ મીટનો જ ઉપયોગ કરવો. માંસાહારી વ્યંજનમાં હાલાલ મીટને સામેલ કર્યું છે. આ સિવાય સૂચના આપી છે કે ઓલ ડે કાઉન્ટર, સ્ટેડિયમમાં મિની બ્રેકફાસ્ટ, લંચ, ટી-ટાઇમ સ્નેકસ અને ડિનરમાં ફૂલ ડિસ સામેલ છે. મેનૂમાં પોર્ક અને બીફ બહાર રખાયા છે.

Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer