પૂજારાના મતે ડર અને દબાણ વિના રમવાથી બેટિંગમાં ફાયદો

પૂજારાના મતે ડર અને દબાણ વિના રમવાથી બેટિંગમાં ફાયદો
ત્રણ વર્ષથી સદી ન થવી ચિંતાનું કારણ નહીં, ટીમમાં યોગદાન આપી રહ્યો છું: ચેતેશ્વર
કાનપુર, તા 23: ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની દીવાલ ચેતેશ્વર પુજારા એ વાતથી ખુશ છે કે તે ફરી ડર વિના બેટિંગ કરવાના ફોર્મમાં વાપસી કરી ચૂકયો છે અને ખુદ પર બિનજરૂરી દબાણ ઉભું નહીં કરે. પુજારાનું કહેવું છે કે પાછલા ત્રણ વર્ષથી સદી ન કરવી ચિંતાનું કોઇ કારણ નથી. કારણ કે તેના બેટમાંથી નીકળતા 80-90 રન ટીમની જીતમાં યોગદાન આપી રહ્યા છે.
ગ્રીનપાર્ક સ્ટેડિયમાં અભ્યાસ સત્ર દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ચેતેશ્વર પુજારાએ કહ્યંy કે ઇંગ્લેન્ડ સામેની પાછલી શ્રેણીમાં આક્રમક બેટિંગથી તેને ફાયદો થયો છે. મેં ટેકનીકમાં કોઇ ફેરફાર નથી કર્યોં. હું થોડો નિડર બનીને રમ્યો, જેથી મદદ મળી. તેણે સ્વીકાર્યું કે ખુદ પર દબાણ બનાવી લેતો, પણ લીડસમાં 91 અને ઓવલમાં 61 રનની ઇનિંગથી ચીજો બદલાઇ છે. હું હવે દબાણ બનાવતો નથી અને મેદાનમાં જઈને રમતનો આનંદ લેવાની કોશિશ કરું છું. ઇંગ્લેન્ડની શ્રેણી વખતે મારી આ જ માનસિકતા હતી. અત્યાર સુધીની તૈયારી સારી રહી છે. ભારતીય ધરતી પર રમવાના અનુભવને લીધે હવે પછીના મેચોમાં ફાયદો થશે. પુજારાએ જાન્યુઆરી 2019 બાદથી સદી કરી નથી. જેને તે કોઇ સમસ્યા માનતો નથી.
તે કહે છે કે સદી વાત છે તો એ થશે ત્યારે થશે. મારું કામ ટીમ માટે સારી બેટિંગ કરવાનું છે. એવું નથી કે હું રન નથી કરી રહ્યો. હું સારી બેટિંગ કરી રહ્યો છું અને 80-90 રનની જેવી ઇનિંગ રમીને ટીમમાં યોગદાન આપી રહ્યો છું. મને મારી સદીની પરવાહ નથી. તે એક ઇનિંગ છે. ઇનચાર્જ કેપ્ટન રહાણેના ખરાબ ફોર્મનો બચાવ કરતા પુજારાએ કહ્યંy કે તે મોટા સ્કોરથી ફકત એક સારી ઇનિંગથી દૂર છે. પુજારા નવા કોચ રાહુલ દ્રવિડના આગમનથી ઉત્સાહિત છે. કારણ કે તેની બેટિંગ ટેકનીક આ પૂર્વ મહાન ખેલાડી જેવી છે. પુજારા કહે છે કે દ્રવિડસરનો અનુભવ બધા ખેલાડીઓને મળશે અને ટીમનો ચોક્કસ ફાયદો થશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer