મલેશિયન પામતેલમાં કડાકો : તમામ ખાદ્યતેલો સ્થિર

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 23 : સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂા.1350 બોલાયો હતો. લૂઝમાં આશરે 25-30 ટેન્કરના કામકાજ થયા હતા. ધોરાજી-ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂા. 2090-2091 હતો. ગોંડલમાં રૂા.1300-1325 અને ભાવનગરમાં રૂા.1325-1350 બોલાતા હતા. વેપારીઓએ કહ્યું કે સીંગખોળમાં તેજીને લીધે લૂઝ સીંગતેલમાં લેવાલી ધીમી પડી ગઈ છે. રૂા.1300ની અૉફર છતાં લેવાલ મળતા નથી. સીંગખોળના વધુ રૂા.2000 ઊંચકાઈને રૂા.42.000 હતા. 
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂા.1230-1235 જળવાયેલો હતો. ભાવનગરમાં વોશનો ભાવ રૂા.1215-1220  બોલાયો હતો. વોશમાં 35-40 ટેન્કરના કામકાજ થયા હતા. મલેશિયન પામતેલના ફેબ્રુઆરી કોન્ટ્રાકટ 111 રિંગિટના કડાકા સાથે 4848ની સપાટીએ બંધ થયો હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂા.3 ના ઘસારે 1178-1180 હતું. સોયાતેલ રૂા.1235-1237 જળવાયેલું હતું. સૌરાષ્ટ્રની વિવિધિ લાઈનોમાં તમામ ખાદ્યતેલોના ડબાના ભાવ સ્થિર હતા. અભ્યાસુઓએ કહ્યું કે મગફળીની હોબેશ આવક પછી પણ સીંગતેલના ભાવ ઘટતા ન હોવા પાછળ તેલમિલોને ડિસ્પેરિટીની સમસ્યા સતાવે છે. મગફળીના સરકારી ભાવ રૂા.1110થી નીચે મળતી નથી અને આ ભાવે ખરીદીને સીંગતેલ બનાવવું રૂા.1325-1350માં પડે છે. એ કારણે સીંગતેલના રિટેઇલ બજારમાં ભાવ સ્થિર થઇ ગયા છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer