કાશ્મીરમાં છૂપાયેલા 38 આતંકવાદીઓનું હિટલિસ્ટ તૈયાર

ઉપદ્રવીઓના ખાતમા માટે સૈન્યનો ઍકશન પ્લાન
નવી દિલ્હી, તા.23 : ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર કાશ્મીર ઘાટીમાં આતંકી ઘટનાઓમાં સામે 38 પાકિસ્તાની આતંકીઓની એક યાદી સૈન્યએ તૈયાર કરી છે અને તેમના ખાતમા માટે એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે.
કાશ્મીરની શાંતિ ડહોળવામાં આ આતંકીઓની મોટી ભૂમિકા રહી છે. જે 38 આતંકીઓની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં 27 લશ્કરે તોઈબા અને 11 જૈશે મોહમ્મદના છે. એવી આશંકા છે કે આમાના 4 આતંકી શ્રીનગરમાં, 3 કુલગામમાં, 10 પુલવામા, 10 બારામુલામાં અને 11 કાશ્મીરના અન્ય ભાગોમાં છૂપાયેલા હોઈ શકે છે. કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ સૈન્યનું ઓપરેશન સતત ચાલુ છે તથા સરહદે ઘૂસણખોરી રોકવા જાપ્તો સખત બનાવવામાં આવ્યો છે. કાશ્મીરમાં પાકિસ્તાનથી આવી રહેલા આતંકીઓની સંખ્યા ઘટી છે પરંતુ જે ઘૂસી ચૂકયા છે અને છુપાઈ ગયા છે તે હવે સૈન્યના હિટલિસ્ટમાં છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer