સમીર વાનખેડેનાં પત્નીએ કૅબિનેટ પ્રધાન નવાબ મલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 23 : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની મુંબઈની ઝોનલ અૉફિસના વડા સમીર વાનખેડેનાં પત્ની ક્રાંતિ રેડકરે મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના  પ્રધાન અને રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિક સામે અૉનલાઈન પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવાબ મલિકે વોટ્સઍપના અમુક ક્રિનશોટ ટ્વીટ કરેલા અને એ સંબંધમાં આ ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં ક્રાંતિ રેડકરે કહ્યું છે કે, એક નવાબ મલિકે મારું નકલી હેન્ડલ તૈયાર કર્યું છે અને બનાવટી ચેટ પણ તૈયાર કર્યા છે. આ બનાવટી હેન્ડલ માટે તેમણે મારો પ્રોફાઈલ ફોટો પર પણ વાપર્યો છે. આ વૉટ્સઍપ ચેટ મારી છે કે કેમ એ ચકાસ્યા પર નવાબ મલિકે એ ટ્વીટ કર્યા છે. 
નવાબ મલિકે મંગળવારે ક્રાંતિ રેડકર અને કૅપ્ટન જૅક સ્પેરો વચ્ચે આપલે થયેલા અમુક ચેટ મેસેજોના ક્રિન શોટ ટ્વીટ કર્યા હતા. આ ચેટમાં રેડકર પ્રધાન નવાબ મલિકનો દાઉદ સાથે ફોટો ધરાવનાર વ્યક્તિ કૅપ્ટન જૅક સ્પેરોને ઇનામ આપવાની વાત કરે છે. જોકે, ચેટમાં આ કૅપ્ટન જૅક સ્પેરો પછી  ક્રાંતિ રેડકરને રાજ બબ્બર સાથેનો નવાબ મલિકનો ફોટો બતાવે છે અને કહે છે કે રાજ બબ્બરને તેની પત્ની પ્રેમથી  `દાઉદ' તરીકે સંબોધે છે. 
જોકે, નવાબ મલિકે આ ટ્વીટ કર્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે આ ચેટ બનાવટી છે. સવાર સવારના મારી સાથે કોઈએ મજાક કરી છે.
સોમવારે મુંબઈ હાઈ કોર્ટે નવાબ મલિકને સમીર વાનખેડે કે તેમના પરિવાર વિશેની ટ્વીટ્સ કે નિવેદનોની સચ્ચાઈ ચકાસીને એ પોસ્ટ કરવાની સૂચના આપી હતી. જોકે, કોર્ટે નવાબ મલિકના મોઢે તાળું મારવાની ના પાડી દીધી હતી. 
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer