ભારતમાં અશાંતિ સર્જવા આઈએસનું નવું ષડયંત્ર

નવી દિલ્હી, તા. 23 : વૈશ્વિક આતંકવાદી સંગઠન આઈએસ  દ્વારા ભારતમાં અશાંતિ સર્જવાનાં ઈરાદે નવી સાજિશ ઘડી છે. તેણે પોતાની એક પત્રિકા વોઈસ ઓફ હિંદમાં ભારતનાં મંદિરોની મૂર્તિઓ ખંડિત કરવાની ભડકાઉ હાકલ કરી છે. આ પત્રિકાનાં મુખપૃષ્ઠ ઉપર કર્ણાટકનાં મુરુદેશ્વર મહાદેવની ક્ષતિગ્રસ્ત મૂર્તિનું કોમ્પ્યુટર ઉપર તૈયાર થયેલું ઉશ્કેરણીજનક ચિત્ર મૂકવામાં આવ્યું છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે કે, ખોટા ભગવાનોને નષ્ટ કરવાનો વખત આવી ગયો છે. આટલું જ નહીં પણ મૂર્તિ ઉપર આઈએસનો ઝંડો પણ લગાડવામાં આવેલો છે. 
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer