આજે કેબિનેટની બેઠક : કૃષિ કાયદા પરત ખેંચવાનું વિધેયક થશે મંજૂર

નવી દિલ્હી,તા.23: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પરત ખેંચી લેવાની આપેલી ખાતરી પાળવા માટે સક્રિય છે. કેન્દ્રીય મંત્રીમંડળની આવતીકાલે મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આજે બુધવારે રાજધાનીમાં લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી આવાસ ઉપર કેબિનેટની બેઠક મળશે. જેમાં કાયદા પરત ખેંચવાનાં પ્રસ્તાવને ચર્ચામાં મૂકવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભામાં આ કાયદાઓ પાછા ખેંચવા માટે વિધેયક પેશ કરી શકે છે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer