મુંબઈમાં 29,527 ટેસ્ટમાં મળ્યા 196 કોરોના સંક્રમિતો

કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 22 અને નવી મુંબઈમાં 17 નવા કેસ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 196 નવા કેસ મળ્યાં હતાં અને એ સાથે શહેરમાંથી અત્યારસુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,61,518 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 2388 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
સોમવારે મુંબઈમાંથી 176, રવિવારે 213, શનિવારે 195 અને શુક્રવારે 238 નવા દરદી મળેલા. છેલ્લાં 24 કલાકમાં એક કોરોનાગ્રસ્તોનું મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,311 પર પહોંચી ગયો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 258 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 2526 દિવસનો થઈ ગયો છે. 
મુંબઈમાં અત્યારે 13 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 29,527 ટેસ્ટ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં કોરોનાના માત્ર 766 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી મંગળવારે કોરોનાના નવા 766 કેસ મળી આવ્યાં હતાં. એ સાથે રાજ્યમાં અત્યારસુધી કુલ 66,31,297 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 9,493 દરદી સારવાર હેઠળ છે. 
સોમવારે રાજ્યમાંથી 656, રવિવારે 845, શનિવારે 833 અને શુક્રવારે 906 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 929 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
મંગળવારે થાણે જિલ્લામાંથી કોરોનાના પાંચ નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 26 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 17, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 22, ઉલ્હાસનગરમાંથી શૂન્ય, ભિવંડી-નિઝામપુરમાંથી શૂન્ય, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી એક, પાલઘર જિલ્લામાંથી ત્રણ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 17, રાયગઢ જિલ્લામાંથી 11 અને પનવેલ શહેરમાંથી 18 નવા કેસ મળ્યા હતા. 
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer