દેશમુખ વિરુદ્ધના આક્ષેપો વિશે ફર્સ્ટ હેન્ડ માહિતી નથી

દેશમુખ વિરુદ્ધના આક્ષેપો વિશે ફર્સ્ટ હેન્ડ માહિતી નથી
પરમબીરના ધારાશાત્રીએ ચાંદીવાલ પંચને કહ્યું
મુંબઈ, તા. 23 (પીટીઆઈ): મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને રાષ્ટ્રવાદીના નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે પોતાની પાસે ફર્સ્ટ હેન્ડ ઇન્ફર્મેશન નથી તે વિગતો કેટલાંક અધિકારીઓએ આપી હતી, એમ આજે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ આયુક્ત પરમબીરસિંહના ધારાશાત્રી અભિન ચંદ્રચૂડએ જણાવ્યું છે ચંદ્રચૂડએ આજે નિવૃત ન્યાયાધીશ કે. યુ. ચાંદીવાલના વડપણ હેઠળના પંચને જણાવ્યું હતું કે આ અંગેની એફિડેવિટ માટે સમય લાગશે. તેમાં અત્યારસુધી કહેવામાં આવ્યું છે. તેના કરતાં કશું વધારે નહીં હોય. મારા અસીલ પાસે શું વાતચીત થઈ તેની ફર્સ્ટ હેન્ડ ઇન્ફર્મેશન નથી. તેઓ સાક્ષીના પિંજરામાં આવીને કહે તોપણ કાયદાની રીતે તેની ખાસ કિંમત નહીં હોય. તેનું કારણ તે વિગતો તેમને અન્ય કોઇએ કહી છે. તેથી તેમને જુબાની આપવા જેવું કશું જ નથી. મારા અસીલ પરમબીર સિંહે આ બાબતે અન્ય એક સોગંદનામુ નોંધાવશે, એમ ચંદ્રચૂડે ઉમેર્યું હતું.
આજે ચાંદીવાલ પંચની કાર્યવાહી શરૂ થઈ ત્યારે પોલીસમાંથી બરતરફ કરાયેલા અધિકારી સચીન વાઝેએ જણાવ્યું હતું કે, પરમબીરસિંહ પંચ સમક્ષ ઉપસ્થિત થાય અથવા સોગંદનામુ નોંધાવે પછી જ તેઓ પોતાની ઊલટ તપાસ લેવાય એમ ઇચ્છે છે. આમ છતાં ચાંદીપાલ પંચે તેમની વિનંતી નકારી કાઢી હતી.
ચંદ્રચૂડે બાદમાં પંચને જણાવ્યું હતું કે, મને લાગે છે કે વાઝેને શંકા છે તે આજે તેઓ સાક્ષીના પિંજરામાં આવીને કંઈ કહી અને પછી મારા અસીલ તેઓની તદ્દન અલગ વિગત આપશે. અમારા સોગંદનામાને એક સપ્તાહ લાગશે.

Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer