આશરે દોઢ વર્ષ બાદ સૌથી ઓછા 7579 દૈનિક સંક્રમિતો

આશરે દોઢ વર્ષ બાદ સૌથી ઓછા 7579 દૈનિક સંક્રમિતો
દેશમાં કોરોનાનાં વળતાં પાણી
નવી દિલ્હી, તા. 23 : દેશમાં કોરોનાને લઈને મોટી રાહતના સમાચાર છે, દેશમાં કોરોનાના કેસ દેખાયા તે પછીના 543 દિવસ એટલે કે આશરે દોઢ વર્ષના લાંબા ગાળા બાદ સંક્રમણના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 7,579 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ સમયગાળા દરમિયાન 236 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ  12,202 લોકો સ્વસ્થ પણ થયા છે. 
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં હવે કુલ 1,13,584 સક્રિય દર્દી બાકી છે, જે 536 દિવસ પછીનો સૌથો ઓછો આંક છે.
નવા કેસના ઉમેરા બાદ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,45,26,480 કેસ નોંધાયા છે જ્યારે કુલ 3,39,46,749 લોકો સ્વસ્થ થયા છે. 
બીજી તરફ, મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 4,66,147 થઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 3,698 નવા કેસ નોંધાયા હતા અને 75 લોકોનાં મોત થયાં હતાં. આ દરમિયાન 7,515 લોકો સ્વસ્થ પણ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 37 હજાર 675 થઈ ગઈ હતી.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer