સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિરોધી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિરોધી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
ઉપરાષ્ટ્રપતિ ક્યાં રહેશે એ જનતાને પૂછવાનું ?
નવીદિલ્હી, તા.23: સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન પાર્ક અને ગ્રીન ઝોનની જમીનનો ઉપયોગ બદલવા વિરોધી અરજીને આજે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ત્યાં કોઈ ખાનગી અસ્ક્યામત બનાવવામાં આવી રહી નથી. બલકે ઉપરાષ્ટ્રપતિનું આવાસ નિર્માણ થઈ રહ્યું છે. જેની ફરતે હરિયાળી નિશ્ચિત છે. આ યોજનાને અગાઉથી જ ઓથોરિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવેલી છે. આ પ્રક્રિયામાં દુર્ભાવનાનો આરોપ લગાવવામાં નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે અરજદાર રાજીવ સૂરીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટાના પ્લોટનો ઉપયોગ મનોરંજક સુવિધાઓ માટે થવાનો હતો પણ હવે તેનો ઉપયોગ આવાસીય નિર્માણ માટે થઈ રહ્યો છે. આ અરજી રદબાતલ કરતા અદાલતે કહ્યું હતું કે, સરકારી કામ માટે હેતુફેર ન થઈ શકે ? શું હવે ઉપરાષ્ટ્રપતિનું આવાસ ક્યાં બનશે એ બાબતે પણ આમજનતાને પૂછવાનું શરૂ થશે ?
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer