ટૅક્સ ટ્રેડ બી-ટુ-બી ફૅરનો આજે છેલ્લો દિવસ

ટૅક્સ ટ્રેડ બી-ટુ-બી ફૅરનો આજે છેલ્લો દિવસ
સ્થાનિક અને દેશભરના ગ્રાહકો ઉમટી પડયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ધી ફેબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશન (એફએસએ)ના ઉપક્રમે 27મો `ટૅક્સ ટ્રેડ' કાપડના ત્રણ દિવસના બી-ટુ-બી ફેરના બીજા દિવસે પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. પ્રથમ દિવસે જ વિઝિટર્સની સંખ્યા નોંધપાત્ર હજી એવામાં બીજા દિવસે પણ `િરયલ બાયર્સ'ની સંખ્યા 850ને પાર ગઈ હતી.
આ બાબતે ઍસોસિયેશનના પ્રમુખ પ્રકાશ સંઘવીએ કહ્યું કે, આ ફૅરને નોંધપાત્ર સફળતા મળી છે. આવા પ્રકારનો ફૅર ક્યારે પણ યોજાયો નહીં હોય. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જ 850 એન્ટ્રી થઈ હતી. દિવસ પૂરો થતા એન્ટ્રી 950 સુધી નોંધાઈ જશે એવી અમારી અપેક્ષા છે. ખાસ વાત એ છે કે જેમને ખરીદી કરવી છે તેઓ જ આવી રહ્યા છે એવું નથી કે ફક્ત જોવા માટે આવી રહ્યા છે. બેંગ્લોર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી સહિત દેશભરના ગ્રાહકો આ ફૅરમાં આવી રહ્યા છે. ફેબ્રિકના ભાવમાં 20થી 25 ટકા વધ્યા હોવા છતાં લોકો ઓર્ડર લખાવી રહ્યા છે.  
ઍસોસિયેશનના સેક્રેટરી જયંત પરખે કહ્યું કે, જે રીતે ફૅર ચાલુ છે તે હિસાબે આજે (બીજા દિવસે) નોંધણીની સંખ્યા એક હજારને પાર થાય એવી અપેક્ષા છે. એકંદર સેન્ટિમેન્ટ સકારાત્મક છે. લોકોને ખરીદીનો મૂડ સારો છે. કામકાજ થઈ રહ્યું છે. લોકોએ નવા ભાવને અપનાવી લીધો છે. ફૅરને નોંધપાત્ર રિસપોન્સ મળ્યો છે. આવતી કાલે ફૅરનો છેલ્લો દિવસ હોવાથી ખરીદદારો પણ વધુ સંખ્યામાં આવશે, એવું તેમણે કહ્યું હતું.
ભાવ વધારો પણ ખરીદીનું એક ટ્રિગર
ભાવમાં વધારો થવાથી પણ ખરીદી વધી છે એવું સમજાવતા ફ્ઁબ્રિક સપ્લાયર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ વિજયકુમાર જૈને કહ્યું કે, ભાવમાં વધારો થયો છે ત્યારે ગ્રાહકોને હવે એ ચિંતા એ પણ છે કે ઊંચા ભાવે પણ પછી માલની ખેંચ રહેશે. આ શક્યતાને લઈ તેઓ વહેલી ખરીદી કરી રહ્યા છે. ભાવ હજી વધશે એવી અપેક્ષાએ પણ ખરીદી થઈ રહી છે. જે ગ્રાહકો ફૅરમાં આવ્યા તેઓ અને જે વેપારીઓએ સ્ટોલ લગાડયા છે તેમનો ઉત્સાહ ઘણો છે. આવતી કાલે ફૅરને નોંધપાત્ર પ્રતિક્રિયા મળવાની અપેક્ષા છે કે કારણ કે છેલ્લો દિવસ હોવાથી જે લોકો બે દિવસ ચૂકી ગયા છે તેઓ કોઈ પણ હિસાબે આવશે.
Published on: Wed, 24 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer