થાણે પોલીસ નિર્ધારિત સમયમર્યાદામાં આરોપનામું નોંધાવવાનું ટાળે છે : સરકારી વકીલ

પરમબીર સિંહે બે બુકીઓ પાસેથી રૂા. 4.25 કરોડની ખંડણી વસૂલી
થાણે પોલીસ પરમબીર સિંહને છાવરી રહી હોવાનો સરકારી વકીલનો આક્ષેપ
મુંબઈ, તા. 24 : થાણેના ભૂતપૂર્વ પોલીસ વડા અને આઈપીએસ અધિકારી પરમબીર સિંહને આપમેળે જામીન મળી જાય તે માટે આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ આરોપીને બચાવવા માટે 60 દિવસના ફરજિયાત સમય દરમિયાન ચાર્જશીટ-આરોપપત્ર તૈયાર કરવામાં ઢીલ કરી રહ્યા હોવાનો આક્ષેપ સરકાર દ્વારા નિમાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટર પ્રદીપ ઘરાતે ર્ક્યો છે.
એકંદરે, થાણે પોલીસ સમગ્ર કેસમાં ઢીલ આપી રહી છે અને વિશેષ પબ્લિક પ્રોસિક્યુટરને કોઈ મદદ કરવાનું ટાળી રહી છે, એમ ઘરાતે કહ્યું હતું.
સમગ્ર દેશમાં થાણેના પોલીસ અધિકારીઓના નિરુત્સાહી વલણ સંદર્ભે પોલીસ કમિશનર જયજીત સિંહ અને રાજ્યના ગૃહમંત્રાલયને જાણ કરવામાં આવી છે.
થાણે શહેર પોલીસે ખંડણી વસૂલી સાથે વિવિધ આરોપો હેઠળ પરમબીર સિંહ અને અન્ય 28 જણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
બુકી કેતન તન્નાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે. જાન્યુઆરી 2018થી 13 માસ માટે થાણેના કમિશનરપદે પરમબીર સિંહે પોતાને બોલાવી ગંભીર ગુનામાં ફસાવવાની ધમકી આપીને રૂા. 1.25 કરોડની ખંડણી વસૂલી હતી. તે જ પ્રમાણે તેમના મિત્ર અને બુકી સોનુ જાલન પાસેથી રૂા. ત્રણ કરોડની ખંડણી વસૂલ કરવામાં આવી હતી.
પોતે તપાસ અધિકારી બાબાસાહેબ નિકમ વિરુદ્ધ અસહકાર દાખવવા માટે ફરિયાદ દાખલ કરી છે અને તેમની ધરપકડ કરવાની માગણી કરી હોવાનું ઘરાતે જણાવ્યું હતું.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer