ઈમરાને કબૂલ્યું : પાકિસ્તાન કંગાળ

ઈસ્લામાબાદ, તા. 24 :  આખરે આતંક પરસ્ત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કબૂલી લીધું છે કે, પાકિસ્તાન કંગાળ બની ગયું છે. દેશ ચલાવી શકાય તેટલા પૈસા નથી બચ્યા. 
પાકિસ્તાન ફેડરલ બોર્ડ ઓફ રેવેન્યૂના પ્રથમ ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમના ઉદ્ઘાટન સમારોહમાં ઈમરાને કહ્યું કે, દેશ ચલાવવા માટે પૂરતા પૈસા ન હોવા એ એક મોટો પડકાર છે.  વેરા વસૂલાતમાં ઘટાડા સાથે વિદેશી કર્જમાં થતા વધારાનાં કારણે આ વિકટ સ્થિતિ સર્જાઈ છે. અને આર્થિક સંકટ પાકની સુરક્ષાનો  રાષ્ટ્રીય મુદ્દો  બની  ગયો છે.  પાકની ખાન સરકારના એક મોટા ફેંસલાથી દેશના ગરીબોની પીડા વધી શકે છે. ખર્ચ પર કાપ અને વેરા વસૂલાત વધારવા, વેરા વધારવા માટે પાક સહમત થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ) પાસેથી લીધેલાં છ અબજ ડોલરના બેલઆઉટ પેકેજના પુનરુદ્ધાર માટે પાકે આ કડવા પગલાં ભરવાની તૈયારી બતાવી છે.  ફેડરલ બોર્ડ ઓફ રેવેન્યૂનું વેરા વસૂલાતનું લક્ષ્ય વધારીને વધારાના 300 અબજ રૂપિયા કરી દેવાયું છે. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer