ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની તૈયારી; રોકાણકારોમાં ખળભળાટ

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની તૈયારી; રોકાણકારોમાં ખળભળાટ
નવી દિલ્હી, તા.24 : સરકાર દેશમાં બિટકોઇન જેવી તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. તે માટે સંસદના શિયાળુ સત્રમાં એક ખરડો લાવવામાં આવશે.
મંગળવારે આવી વાત સામે આવતાં જ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો અને વેચવાલીનો દોર શરૂ થયો હતો. હાલત એવી થઈ કે સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જવજીરએક્સની એપ ક્રેશ થઈ ગઈ હતી. કંપનીના ફાઉન્ડર સીઇઓ નિશ્ચલ શેટ્ટીએ કહ્યં કે હવે તેને રિસ્ટોર કરી દેવાયું છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સે ફરિયાદો ઉઠાવી કે તેઓ બિટકોઇનની ખરીદી કે વેચાણ કરી શકતા નથી. સવારે 11:30 કલાકે વજીરએક્સ પર બિટકોઇન 12 ટકાના કડાકા સાથે 56,562 ડોલર એટલે કે રૂ.39,79,813, ઇથેરિયમ 10.48 ટકાના કડાકા સાથે 4241 ડોલર એટલે કે રૂ.2,99,000 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. તે જ રીતે મીમ ક્રિપ્ટો ડોગકોઇન 12 ટકા અને શીબા ઇનૂ 19 ટકાના ઘટાડા સાથે ટ્રેન્ડ કરી રહ્યા હતા. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer