શ્રીનગરમાં ટીઆરએફના ત્રણ આતંકવાદી ઠાર

શ્રીનગરમાં ટીઆરએફના ત્રણ આતંકવાદી ઠાર
નવી દિલ્હી, તા. 24 : શ્રીનગરના રામબાગ વિસ્તારમાં બુધવારે સાંજે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન ટીઆરએફના ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી બેની ઓળખ થઈ ચુકી છે. જ્યારે ત્રીજાની ઓળખ મેળવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. ત્રણેય આતંકી કોઈ હુમલો કરવાની  ફિરાકમાં હતા. જો કે તેની પહેલા જ સુરક્ષા દળોએ ઠાર કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસને બુધવારે સાંજે રામબાગ વિસ્તારમાં ત્રણ આતંકી છુપાયા હોવાની જાણકારી મળી હતી. સુચના મળતાની સાથે જ પોલીસે સેના અને સીઆરપીએફની ટીમ સાથે લઈને ઓપરેશન શરૂ કર્યું હતું. 
આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેમ છતા આતંકીઓને સરેન્ડરની તક આપવામાં આવી હતી પણ ગોળીબાર યથાવત રહેતા વળતી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ત્રણ આતંકી ઠાર થયા હતા. 
માર્યા ગયેલા આતંકીઓમાંથી બેની ઓળખ બાસિત અને મેહરાજના રૂપમાં થઈ છે. જ્યારે ત્રીજાની ઓળખ થઈ શકી નહોતી. આ આતંકીઓ કોઈ હુમલો કરવાની ફિરાકમાં હતા. જો કે તેની પહેલા જ ઠાર થયા છે. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer