આરઆરઆરમાં આલિયા ભટ્ટની સૌથી નાની ભૂમિકામાં

આરઆરઆરમાં આલિયા ભટ્ટની સૌથી નાની ભૂમિકામાં
ફિલ્મ આરઆરઆરમાં આલિયા ભટ્ટ કારકિર્દીની સૌથી નાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આમ છતાં આ ફિલ્મમાં અજય દેવગણ આઠ મિનિટ માટે જોવા મળશે. આલિયાની ભૂમિકા અજય કરતાં થોડી લાંબી છે પણ છતાં કારકિર્દીની સૌથી નાની છે. આનાથી ઊલટું સંજય ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીની દરેક ફ્રેમમાં આલિયા છે. આરઆરઆરની આટલી નાની ભૂમિકા વિશે જાણીને કરણ જોહર ગુસ્સે થયો છે અને તેણે પૂછયું હતું કે, તેણે જુનિયર આર્ટિસ્ટ જેટલી ભૂમિકા શા માટે સ્વીકારી? જોકે, આલિયા આ બાબતે સ્પષ્ટ અભિગમ ધરાવે છે. તેમે કહ્યું હતું કે, મને કરણ જોહરે લૉન્ચ કર્યા બાદ મારું સપનું બે જ દિગ્દર્શક સાથે કામ કરવાનું હતું- સંજય ભણસાલી અને એસ એસ રાજામૌલી. આરઆરઆર રાજામૌલીની ફિલ્મ છે અને મને તેમાં મારી ભૂમિકાની લંબાઈની જરા પણ ચિંતા નથી. તેમની સાથે કામ કરવા મળ્યું તેનો જ આનંદ છે.   
આથી હવે ચર્ચા એ છે કે જો આલિયા રાજામૌલી માટે આ રીતે કામ કરવા તૈયાર થઈ તો સામે રાજામૌલીએ પણ તેની નિષ્ઠાની કદર થાય એવી ભૂમિકા આપવી ન જોઈએ?
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer