અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ ચાલુ રહેશે

અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ ચાલુ રહેશે
કાબુલ, તા.25: અફઘાનિસ્તાનના તાનાશાહી શાસક તાલિબાન સરકારે હવે દેશમાં મહિલા ક્રિકેટને છૂટ આપી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ના નવા ચેરમેન મીરવૈસ અશરફે આ એલાન કર્યું છે. તેમણે કહ્યં છે કે અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ ચાલુ રહેશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇસીસીના નિયમ અનુસાર માન્યતા પ્રાપ્ત તમામ દેશ પાસે મહિલા ક્રિકેટ ટીમ હોવી ફરજિયાત છે. અફઘાન ક્રિકેટ બોર્ડના ચેરમેનની આ જાહેરાતથી આંતકવાદગ્રસ્ત દેશની મહિલા ક્રિકેટરોમાં નવી ચેતના સંચાર થઇ છે. જો કે હજુ સુધી અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટરોનો કોઇ નેશનલ કેમ્પ શરૂ થયો નથી.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer