ધર્માંતર રોકવા માટે કેન્દ્ર સરકાર કાયદો ઘડે : પ્રણવાનંદ સરસ્વતીજી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મહાન સનાતન ધર્મનો વિશ્વમાં વિકલ્પ નથી. ખ્રિસ્તી મિશનરીઓ અને મુસ્લિમો ધર્માંતર દ્વારા આપણા ઉપર આક્રમણ કરી રહ્યા છે. તેના જ વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન ઊભું કરવું જોઈએ. તેમ જ આ દેશને સુરક્ષિત કરવા માટે સરકારે ધર્માંતરના વિરોધમાં રાષ્ટ્રીય કાયદો કરવો અને કોઈપણ પ્રકારનું ધર્માંતર ગેરકાયદેસર ઠેરવવામાં આવે, એવી માગણી ઇંદોર ખાતેના અખંડાનંદ અદિવાસી ગુરુકુલ આશ્રમના મહામંડળેશ્વર આચાર્ય સ્વામી પ્રણવાનંદ સરસ્વતીજી મહારાજે કરી છે.
હિંદુ જનજાગૃતિ સમિતિ વતી `રાષ્ટ્રવ્યાપી ધર્માંતર પ્રતિબંધ કાયદો કરવો!' આ વિષય પર આયોજિત `અૉનલાઈન' વિશેષ સંવાદમાં તેમણે આપણી વૈચારિકતા, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ચેતના નષ્ટ કરવા માટે અન્ય ધર્મીઓ કાર્યરત છે. આપણી સંસ્કૃતિ, વૈજ્ઞાનિક સંપદા, ભૌતિક શક્તિ પોતાના નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવળ ધર્માંતર પૂરતો આ વિષય મર્યાદિત નથી, પૂર્ણ ભારતને પોતાના નિયંત્રણ હેઠળ લાવવાનું આ ષડ્યંત્ર છે. આપણા પૂર્વજો અત્યંત ધર્મનિષ્ઠ હતા. ગમે તેટલાં આક્રમણો ભલે થયાં હોય, તો પણ તેમણે પોતાનું ધર્માંતર થવા દીધું નહીં. હિંદુઓએ તેનો આદર્શ લઈને ધર્મશિક્ષણ લેવું જોઈએ.'
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer