કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યને ધમકી આપનાર વિરુદ્ધ એફઆઇઆર

મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : મુંબઈ પોલીસે કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદ્રકાંત હંડોરેને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને કાવતરું રચવાના આરોપમાં નિલેશ નાંચે વિરુધ્ધ એફઆઇઆર નોંધાવી છે. પોલીસે જણાવ્યું હતું કે, નિલેશ નાંચેએ હંડોરેની હત્યા માટે એક શખસને સોપારી આપી છે. 
આરોપીને શંકા હતી કે, મહાપાલિકાની યોજાનારી આગામી ચૂંટણીમાં તેને હંડોરેના પ્રભાવને પગલે ટિકિટ નહીં મળે. હંડોરેએ શુક્રવારે સાંજે તિળક નગર પોલીસ સ્ટેશનમાં નાંચે વિરુધ્ધ એફઆઇઆર નોંધાવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુધ્ધ કાવતરું ઘડવા અને ગુનાકીય ધમકી સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer