ગેટ વે અૉફ ઇન્ડિયા પાસે દરિયામાં ડૂબી રહેલી મહિલા પર્યટકને પોલીસે બચાવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : કોલાબા પોલીસની ટીમ અને તટરક્ષક દળની ટીમે રવિવારે મુંબઈમાં ગેટ વે અૉફ ઇન્ડિયા નજીક સમુદ્રમાં ડૂબી રહેલી મહિલા પર્યટકને બચાવી લીધી હતી. દરિયામાં ભરતી હોવાને કારણે હોડીમાં બેઠેલી મહિલા પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી અને પાણીમાં પડી ગઇ હતી. જોકે, મહિલા પર્યટકની ઓળખ થઇ શકી નથી. ઘટનાની જાણકારી મળતાં જ કૉસ્ટલ અને કોલાબા પોલીસ સ્પીડ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા પર્યટકનો જીવ બચાવી લીધો હતો. આ અંગેનો વીડિયો પણ બાદમાં મુંબઈ પોલીસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ઉપર અપલોડ કરાયો હતો. 

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer