ફ્રન્ટલાઈન કર્મચારી અને વરિષ્ઠ નાગરિકોને આજથી રસીનો પ્રિકોશનરી ડૉઝ આપવાની શરૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.9 : કોવિડ રસીના બંને ડૉઝ લીધેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓ તેમ જ 60 વર્ષથી વધુ વયના અને સહવ્યાધિ ધરાવતા નાગરિકો જેમણે બીજો ડૉઝ લીધાના નવ મહિના અથવા 39 સપ્તાહ પૂર્ણ કર્યા હોય તેવાઓને દસમી જાન્યુઆરી સોમવારથી પ્રિકોશનરી ડૉઝ આપવામાં આવશે. 
60 વર્ષથી વધુ વય જૂથના નાગરિકોએ પ્રિકોશનરી ડૉઝ લેવા માટે રસીકરણ કેન્દ્ર ઉપર કોઈપણ પ્રમાણપત્રો દેખાડવાની જરૂરિયાત નથી. માત્ર આ નાગરિકોએ તેમના તબીબની સલાહ અનુસાર રસી લેવા બાબતે નિર્ણય લેવો આવશ્યક છે. 
સરકારી અને મહાપાલિકા રસીકરણ કેન્દ્ર ઉપર તમામ પાત્ર નાગરિકોને નિ:શુલ્ક પ્રિકોશનરી ડૉઝ આપવામાં આવશે. માત્ર જે પાત્ર નાગરિકોને ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર ડૉઝ લેવો હશે એ નાગરિકોએ કેન્દ્ર સરકારે નક્કી કરેલી કિંમતમાં રસીનો ડૉઝ અપાશે. રસીની કિંમતમાં કોઈપણ ફેરફાર કે વધારો કરાયો નથી. 
તમામ આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન કર્મચારી જેમની ઉંમર 60 વર્ષ કરતા ઓછી છે તથા જેમણે કોવિન એપ ઉપર આ અગાઉ રસી લેતી વખતે કર્મચારીના સ્થાને નાગરિક એમ વર્ગમાં નોંધ કરી હશે એવા લાભાર્થીઓને રસીકરણ સરકારી તથા મહાપાલિકા રસીકરણ કેન્દ્રમાં અૉનસાઇટ/ વોકઈન રજિસ્ટ્રેશન મારફત ડૉઝ આપવામાં આવશે. સરકારી કર્મચારીઓએ પોતાના ઓળખપત્ર/ પ્રમાણપત્ર ખાનગી કે મહાપાલિકા કે સરકારી રસીકરણ કેન્દ્ર ઉપર બતાવવાના રહેશે. કોવિડ રસીના બંને ડૉઝ લીધેલા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓ તેમ જ 60 વર્ષથી વધુ વયના અને સહવ્યાધિ ધરાવતા નાગરિકો જેમણે બીજો ડૉઝ લીધાના નવ મહિના અથવા 39 સપ્તાહ પૂર્ણ કર્યા હોય તેવાઓને દસમી જાન્યુઆરી સોમવારથી પ્રિકોશનરી ડૉઝ આપવામાં આવશે. જેમણે પહેલા કોવૅકિસન રસી લીધી હશે તેમને કોવૅકિસન રસીનો ડૉઝ આપવામાં આવશે અને જેમણે કોવિશિલ્ડ લીધી હશે તેમને કોવિશિલ્ડ રસી અપાશે.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust