1 કલાક માટે યુપીઆઇ સર્વર ડાઉન : પેટીએમ સહિતના વ્યવહારો ખોરવાયા

નવી દિલ્હી, તા. 9 : આજે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(યુપીઆઇ)નું સર્વર ડાઉન થઈ જતાં દેશમાં લાખો લોકોના ડિજિટલ પેમેન્ટ આશરે એકાદ કલાક સુધી ખોરવાઈ ગયા હતા. જેમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ, એમેઝોન સહિતની એપ્લિકેશનોમાં નાણાકીય વ્યવહારો અટકી ગયા હતા. યુપીઆઈને વિકસાવનાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ)ના કહેવા અનુસાર હવે યુપીઆઇની સેવા પૂર્વવત્ થઈ ચૂકી છે. આજે યુપીઆઇ ડાઉન થતાં અનેક યુઝર્સ દ્વારા ટ્વિટર ઉપર ફરિયાદનો મારો ચલાવી દેવામાં આવ્યો હતો. જો કે સાંજે પ.18 કલાકે એનપીસીઆઇએ ટ્વિટર ઉપર જ અસુવિધા માટે ખેદ પ્રગટ કરીને ફરીથી સેવા બહાલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer